વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો
આ સાથે, ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા
થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી
સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી
નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન ૨ તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ ૮ તાલુકાનો સમાવેશ.
નવનિર્મિત જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા, ૪૧૬ ગામડા તથા ૯ લાખ ૭૮ હજાર ૮૪૦ વસ્તીનો સમાવેશ
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન ૨ તાલુકા ઓગડ અને હડાદ મળીને કુલ ૧૦ તાલુકાનો સમાવેશ
jin88h1.us.com Jin88 | Truy Cập Link 30s, Kho Game 500 Trò, Nhận Quà Hot
સરકારશ્રીએ વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે શ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન.જે.તેરૈયાની નિમણૂક કરી છે.
