પાલનપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું
બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને તથા બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિ, બાળ સુરક્ષા વિભાગ અને મમતા મંદિરના સંયુક્ત ઉપક્રમે પાલનપુરના સાર્વજનિક છાત્રાલય, ગોબરી રોડ ખાતે “દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું હતું. પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે નૃત્ય, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો…