Home » Blog » ધાનેરા ના ગ્રાહકે પાટણ થી લીધેલ નવી મારુતિ નેક્ષા ની ગાડી માં સડો નીકળતા કમ્પની એ ગાડી બદલી ન આપતાં ગ્રાહકે ગ્રાહક સુરક્ષા માં કેશ કરી યોગ્ય ન્યાય ની કરી માંગણી

ધાનેરા ના ગ્રાહકે પાટણ થી લીધેલ નવી મારુતિ નેક્ષા ની ગાડી માં સડો નીકળતા કમ્પની એ ગાડી બદલી ન આપતાં ગ્રાહકે ગ્રાહક સુરક્ષા માં કેશ કરી યોગ્ય ન્યાય ની કરી માંગણી

ધાનેરા ના નવીન ભાઇ લક્ષમન ભાઇ ગુર્જર એ પાટણ ખાતે આવેલા મારુતિ નો શો રૂમ માંથી નવીન ગાડી નેક્ષા ફ્રોમ લીધી હતી ગાડી ની ડીલેવરી લીધા બાદ ખબર પડી કે નવી જ ગાડી માં સડો છે અને બોનેટ માં કલર ના દાગ છે તેમજ ગાડી જ રીપેર કરેલી હોવાની શંકા જતા પાટણ શો રૂમ ને જાણ કરતા શો રૂમ મેનેજર એ ગાડી પાટણ લાવવાનું કહેતા ગાડી પાટણ લઈ જવાઈ જ્યાં ગાડી ચેક કર્યા બાદ મેનેજર એ કમ્પની ના માણસો ચેક કર્યા બાદ બે દિવસ માં ગાડી બદલી આપવાનું આશ્વાશન અપાયું હતું પણ છેલ્લે ત્રણ માસ નો સમય વીતવા છતાં ગ્રાહક ને નવીન ગાડી આપી નથી અને મેનેજર ના બોલ પણ બદલાઈ ગયા છે નવીન ગાડી ની જગ્યા એ એજ ગાડી પરત આપવાની વાત કરતા ગ્રાહક ને ધ્રાશકો લાગ્યો અને પોતે મારુતિ બ્રાન્ડ જેવી કમ્પની થી છેતરાયા નો અહેસાસ થયો હતો

નવીન ભાઇ એ નવી ગાડી 10.33 લાખ ના ખર્ચે લીધી હતી અને એમાંય ખરાબી નીકળતા ગાડી નવીન ની જગ્યા એ જૂની આપવાની વાત સામે આવતા કંપની ને મેલ કર્યો નોટિશ મોકલી છતાં જવાબ ન મળતા આજે ત્રણ માસ થી ગાડી શો રૂમ માં પડી છે અને હપ્તા ગ્રાહક ભરી રહ્યો છે આખર પોતે છેતરાયા નો અહેસાસ થતા પાટણ એસ પી ને પણ સમગ્ર મામલે લેખિત રજુઆત કરવામાં આવી અને ત્યાર બાદ ગ્રાહક સુરક્ષા માં પણ કેશ કરવામાં આવ્યો છે મારુતી જેવી બ્રાન્ડ કમ્પની પણ આ રીતે ગ્રાહક સાથે આ રીતે છેતરપિંડી કરે એ પણ એક અચરજ સમાન છે

સમગ્ર મામલે અનેક સવાલો ચર્ચા ના એરણે છે 10 લાખ ભરી ને ગ્રાહક સડા વાળી ગાડી કેમ લે? પૂરતું પેયમેટ આપવા છતાં કમ્પની કેમ નવી ગાડીની જગ્યા એ રીપેર કરી આપે છે? સુ ગાડી નુ વેચાણ કરતા પહેલા શો રૂમ ના માણસો સડો નહીં જોયો હોય? કે પછી શો રૂમ દ્રારા જાણી જોઈ સડા વાળી ગાડી પધરાવી દીધી હતી જે હોય તે પણ હાલ તો ગ્રાહક પૈસા આપી ને ફસાયો હોય એવી સ્થિતિ છે મારુતિ બ્રાન્ડ જો આવું કરતી હોય તો અન્ય પર વિશ્વાસ કેમ કરવો એ પણ રોચક બાબત છે

Facebook
X
WhatsApp
Telegram