
મંત્રીશ્રીએ સરહદના સંત્રીઓ સાથે દીપાવલી તહેવારની ઉજવણી વખતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે. ઓપરેશન સિંદૂર સહિત જવાનોએ અનેક સૈન્ય અભિયાનો થકી શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો છે. દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજનિષ્ઠા દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે બી.એસ.એફના અધિકારીશ્રીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે બી.એસ.એફ જવાનો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી હતી. તેમણે નડાબેટ ખાતે જવાનોને મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવી દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
