ચૈતર વસાવાને હાઈકોર્ટની મોટી રાહત: 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર
ગાંધીનગર: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે.હાઈકોર્ટના આદેશ મુજબ, જેલમાંથી મુક્ત થયા બાદ સાત દિવસ સુધી ચૈતર વસાવા હંગામી જામીન પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર…

