ગાંધીનગર: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે.
હાઈકોર્ટના આદેશ મુજબ, જેલમાંથી મુક્ત થયા બાદ સાત દિવસ સુધી ચૈતર વસાવા હંગામી જામીન પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં અને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવાની રહેશે.
હાઈકોર્ટે જામીન સાથે કેટલીક શરતો પણ મૂકી છે. જેમાં મીડિયા સાથે વાતચીત અથવા ઈન્ટરવ્યૂ ન કરવા તેમજ જાહેર સંબોધન અને રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેવાની શરતોનો સમાવેશ થાય છે.

